*** Welcome to piglix ***

Kharva


The Kharwa also spelled as Kharva is a Hindu caste found in the state of Gujarat in India.

લીલી વનરાઈ અને વડવાઈથી ઝુકેલાં વડલાઓનાં છાંયડે અડિખમ ઉભેલા પાળીયાઓને પુછ્યું તો ઉજાગર થઈ અનેકો અનેક વિરલ, અપ્રતિમ શૌર્ય કથાઓ જે કાળનાં કાટમાળ અને સમયની ગર્તામાં ક્યારનીય ખોવાય વિસરાઈ ગઈ હતી.

ધગધગતા લોહિને વહાવતી ધમનીઓ માંથી ફૂટતી ટશરો, હાંક પડે ને હેંઠા પાડી દેવા આંખેથી ઝરતા અંગારા… રૂવાંડે રૂવાંડે ઉઠતી શુરાતનની વરાળ… લક્ષ એજ કે માં ભોમ, ધર્મ કે સંસ્કૃતિ સામે થયેલ ને એકજ ઝાંટકે ભોં મા ભંડાર્યાની કથા, અઢી અઢીમણનાં ભાલાનો એક જ ઘા અસવાર સહિત ઘોડાને ખીલો કરી દે એવા જવામર્દોની કથા… ધર્મની સામે માથું મુકી દીધાનો ઈતિહાસ ને ધર્મની સામે આંખ ઉચી કરનારની આંખો કાઢી લીધાની કથા. ઘોડાનાં ડાબલાથી ચઢતી આંધીઓની કથા… ઘુંઘટની આડ, કંકુ, મીંઢળ અને ચુડલાની ખનક કહેતી હોય કે’ ઘોડા પલાણો, ભેટ બાંધો વા’ણા વિતી જાય નેઈ’ એવા બલિદાનની કથા. સંતો અને શુરાઓની ભોમકાનાં કણ કણની કથા…

પ્રસંગે પાળીયાઓને કેસરી સિંદુર ચડાવુ છું કે એમને કરેલા કેસરીયા મને કાયમ યાદ રહે. સિંદુર લેપ કરતા કરતા નજર અટકી એમનાં ઉપર અંકાયેલાયે-લખાયેલા અક્ષરો ઉપર જે મને લઈ જતા હતા એજ શૌર્ય કથાઓમાં, એજ ધગધગતા શુરાતનનાં ઘોડાપુરમાં, એજ બલિદાનોનાં ગૌરવીંત ઈતિહાસમાં.


...
Wikipedia

...